dharv's videos

બુધવાર, 7 ઑક્ટોબર, 2020

simple equation ||સાદા સમીકરણો

 

·                  કૌંસમા આપેલી કિમતો આપેલા સમીકરણનો ઉકેલ છે ક નહી તે તપાસો

૧. n+5=19 (n=1)

ઉકેલ : n=1 મૂકતા ,

          1+5=6

     અહી જવાબ 19 આવો જોઈએ પરંતુ 6 આવે છે, માટે આપેલી કિમત સમીકરણનો ઉકેલ નથી.

૨. 4p-3=13 (p=4)

ઉકેલ : P=4મૂકતા,

          =4(4)-3

=16-3

=13

અહી સમીકરણ સંતુલિત થાય છે.

  • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 


સોમવાર, 5 ઑક્ટોબર, 2020

એકમ કસોટી -૨૦૨૦ || PERIODIC TEST-2020-21

                            

                     જીસીઇઆરટી દ્વારા હાલના કોરોનાની મહામારીના સમયગાળામાં શાળાના વિદ્યાર્થીઓને ઘરે બેઠા વિવિધ માધ્યમોની મદદથી  ભણાવવામાં આવે છે. તેનું મૂલ્યાંકન થાય તે હેતુથી  પ્રાથમિક શાળાઓમાં દરેક માધ્યમમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટી યોજાય છે. જે વિદ્યાર્થીઓ સુધી હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં કસોટીઓ પહોંચતી કરવાની હોય છે.જે અહી મુકેલ છે ,જે તમને વર્તમાનમાં અને ભવિષ્યમાં પુનરાવર્તન માટે ઉપયોગી બની શકે.




    • જુલાઈ માસની એકમ કસોટી(ગુજરાતી,ગણિત ધોરણ ૩ થી ૮)   CLICK HERE





    • આવનાર દરેક સામાયિક કસોટીની માહિતી CLICK HERE

    https://www.dharvgor.in/
    https://www.dharvgor.in/p/ict.html

















    રવિવાર, 4 ઑક્ટોબર, 2020

    મૂલ્યાંકન પત્રકો (SCE )

           શિક્ષકમિત્રો,અહીં ધોરણ ૧ થી ૮ ના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો મૂકવાનો પ્રયત્ન કરેલ છે.
    જેની pdf file આપ અહીંથી ડાઉનલોડ કરી શકશો. અહી પત્રક પર CLICK કરવાથી તે પત્રક ખુલશે તેમજ ડાઉનલોડ કરી શકાશે.




    પત્રક A

    પત્રક B

    પત્રક C

    પત્રક D1

    પત્રક D2

    પત્રક D3

    પત્રક D4

    પત્રક E

    પત્રક F

     SCE માર્ગદર્શિકા પુસ્તક માટે   CLICK HERE

    શનિવાર, 3 ઑક્ટોબર, 2020

    મધ્યસ્થ || median (class 7)

     

    મધ્યસ્થ:

    આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી તેનો મધ્યમાં આવેલ  અવલોકનને મધ્યસ્થ કહેવાય છે.

    ઉદાહરણ:

    ગણિતની એક પરીક્ષામાં (૨૫ ગુણ માંથી) ૧૫ વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે.

    19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12, 20

    આ માહિતીનો મધ્યસ્થ શોધો.

    ઉકેલ:

    માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા

    5, 9, 10, 12, 15, 16, 19, 20, 20, 20, 20, 23, 24, 25, 25

    માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા પ્રાપ્તાંક 20 મધ્યમાં આવે છે. આથી માહિતીનો મધ્યસ્થ 20 થશે.

    • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 

    ગુરુવાર, 1 ઑક્ટોબર, 2020

    બહુલક ||mode


     



    બહુલક :

              આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે સમૂહનો બહુલક કહેવાય છે.

    ઉદાહરણ :

    નીચે આપેલ સંખ્યાઓ નો બહુલક શોધો.

    1, 1, 2, 4, 3, 2, 1, 2, 2, 4

    ઉકેલ: આપેલી સંખ્યા માંથી સમાન મુલ્ય વાળી સંખ્યાઓ સાથે ગોઠવતા,

    1, 1, 1, 2, 2, 2, 2, 3, 4, 4

    માટે આપેલી માહિતીનો બહુલક 2 છે. કારણ કે બીજા અવલોકનો ની સરખામણી માં 2 વધુ વખત આવે છે.

    વિસ્તૃત માહિતીનો બહુલક

    ઉદાહરણ ફૂટબોલની એક લીગ માં બે ટીમના ગોલ ના તફાવતની માહિતી દર્શાવવામાં આવેલ છે.

    1, 3, 2, 5, 1, 4, 6, 2, 5, 2, 2, 2, 4, 1, 2, 3, 1, 1, 2, 3, 2, 6, 4, 3, 2, 1, 1, 4, 2, 1, 5, 3, 3, 2, 3, 2, 4, 2, 1, 2

    આ માહિતી નો બહુલક શોધો.

    ઉકેલ: આ આકડાઓ ને કોષ્ટકના સ્વરૂપમાં ગોઠવતા,

    ગોલનો તફાવત

    મેચની સંખ્યા

    1

    9

    2

    14

    3

    7

    4

    5

    5

    3

    6

    2

     total

    40

     

    આ કોષ્ટક જોઇને આપણે ઝડપથી કહી શકીએ છીએ કે બહુલક 2 છે. કારણકે 2 સૌથી વધુ વખત આવે છે. આમ, મોટા ભાગની રમત 2 ગોલ ના અંતરથી જીતી શકાઈ છે.


    • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 

    Wikipedia

    શોધ પરિણામો