dharv's videos

મંગળવાર, 12 એપ્રિલ, 2022

vibhajytani chavi || STD 6 ||

વિભાજ્યતાની ચાવીઓ Click Here રમત રમવા માટે 

2,3,4,5,6,8,9,10,11 ની વિભાજ્યતાની ચાવી તેની સમજ સાથે
 Play it mind it

2 ની ચાવી 


           જે સંખ્યા નો એકમ નો અંક 2, 4, 6, 8, કે 0 હોય તે સંખ્યા ને 2 વડે નિ: શેષ ભાગી શકાય.

      ઉદાહરણ :- 48, 50, 126, . . . વગેરે         ...OR....

              જેનો એકમનો અંક 2, 4, 6, 8, કે 0 હોય તો તે બધી સંખ્યા બેકી સંખ્યા હોય તેવી દરેક બેકી સંખ્યાને પણ 2 વડે નિ:શેષ ભાગી શકાય.



 3 ની ચાવી...


            જે સંખ્યાના બંધા અંકો નાં સરવાળા ને  3 વડે નિ: શેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિ:શેષ ભાગી શકાય છે.

        ઉદાહરણ :- 432

                     બંધા અંકોનો સરવાળો = 4 + 3 + 2 =  9

                     9 ને 3 વડે નિ:શેષ ભાગી શકાય છે. તો  432 ને 3 વડે નિ:શેષ ભાગી શકાય.                       

            ઉદાહરણ : - 492

4 ની ચાવી

 

               જે સંખ્યા નાં એકમ અને દશકનાં અંકોને 4 વડે નિ: શેષ ભાગી શકાય અથવા એકમ અને દશક નો અંક 0 ( શૂન્ય ) હોય તો આવી સંખ્યાને 4 વડે નિ: શેષ ભાગી શકાય.

           ઉદાહરણ :1684                        

                       એકમ નો અંક = 4         4    84

                        દશક નો અંક = 8

                             84 ને 4 વડે નિ:શેષ ભાગી શકાય છે.

                             તેથી 1684 ને 4 વડે નિ:શેષ ભાગી શકાય.

             ઉદાહરણ 2 :- 1500

                      એકમ અને દશક નો અંક 0 ( શૂન્ય ) છે.

                     તેથી 1500 ને 4 વડે નિ:શેષ ભાગી શકાય.


 5 ની ચાવી...

 

              જે સંખ્યાનો એકમ નો અંક 0 અથવા 5 હોય તે સંખ્યા ને 5 વડે નિ:શેષ ભાગી શકાય.

 

          ઉદાહરણ :- 25625475890,  . . .  વગેરે

 

6 ની ચાવી


              જે સંખ્યા ને 2 અને 3 વડે નિ:શેષ ભાગી શકાય તો તે સંખ્યા ને 6 વડે નિ:શેષ ભાગી  

             શકાય.

        ઉદાહરણ :- 576

                   સ્ટેપ 1 :- 576 ને 2 વડે નિ:શેષ ભાગી શકાય કે નહીં તે ચકાસીએ...

               એકમ નો અંક 6 છે. એટલે

               આ સંખ્યાને 2 વડે નિ:શેષ ભાગી શકાય છે તો 6 વડે

  નિ:શેષ ભાગી શકાય.

 

                  સ્ટેપ 2 :576 ને 3 વડે નિ:શેષ ભાગી શકાય કે નહીં તે ચકાસીએ...

                            5+7+6= 18

                            18 ને 3 વડે નિ:શેષ ભાગી શકાય

                            576 ને 6 વડે નિ:શેષ ભાગી શકશે


વિભાજ્યતાની ચાવીઓ Click Here રમત રમવા માટે 


 10 ની ચાવી


                કોઈ પણ સંખ્યા નો એકમ નો અંક 0 (શૂન્ય) હોય તે સંખ્યાને 10 વડે નિ:શેષ ભાગી શકાય.

  

          ઉદાહરણ :- 10, 50, 100, 500, 700, 1500, . . વગેરે

 

  12 ની ચાવી

 

        જે સંખ્યાને 3 અને 4 વડે નિ:શેષ ભાગી શકાય તો તે સંખ્યાને 12 વડે નિ:શેષ ભાગી શકાય.

 

ઉદાહરણ :- 10224

             સ્ટેપ 1 :- 10224 ને 3 વડે નિ:શેષ ભાગી શકાય કે નહીં તે ચકાસીએ...

                      1 + 0 + 2 + 2 + 4  9

                      9 ને 3 વડે નિ:શેષ ભગાય એટલે

                      10224 ને 3 વડે ભગાય ને

                      10224 ને 3 વડે ભગાય તો 12 વડે ભગાય.

 

            સ્ટેપ 2 :- 10224 ને 4 વડે નિ:શેષ ભાગી શકાય કે નહીં તે ચકાસીએ..

                     દશક અને એકમ નો અંક 24 છે.

                     24 ને 4 વડે નિ:શેષ ભાગી શકાય

                     તેથી 10224 ને 12 વડે નિ:શેષ ભાગી શકાય.

વિભાજ્યતાની ચાવીઓ Click Here રમત રમવા માટે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Wikipedia

શોધ પરિણામો