બહુલક
:
આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે
વખત આવનાર અવલોકનને તે સમૂહનો બહુલક કહેવાય છે.
ઉદાહરણ :
નીચે આપેલ સંખ્યાઓ નો બહુલક શોધો.
1, 1, 2, 4, 3, 2, 1, 2, 2,
4
ઉકેલ: આપેલી સંખ્યા માંથી સમાન મુલ્ય
વાળી સંખ્યાઓ સાથે ગોઠવતા,
1, 1, 1, 2, 2, 2, 2, 3, 4,
4
માટે આપેલી માહિતીનો બહુલક 2 છે. કારણ કે બીજા
અવલોકનો ની સરખામણી માં 2 વધુ વખત આવે છે.
વિસ્તૃત માહિતીનો બહુલક
ઉદાહરણ ફૂટબોલની એક લીગ માં બે ટીમના ગોલ
ના તફાવતની માહિતી દર્શાવવામાં આવેલ છે.
1, 3, 2, 5, 1, 4, 6, 2, 5,
2, 2, 2, 4, 1, 2, 3, 1, 1, 2, 3, 2, 6, 4, 3, 2, 1, 1, 4, 2, 1, 5, 3, 3, 2, 3,
2, 4, 2, 1, 2
આ માહિતી નો બહુલક શોધો.
ઉકેલ: આ આકડાઓ ને કોષ્ટકના સ્વરૂપમાં
ગોઠવતા,
ગોલનો તફાવત |
મેચની સંખ્યા |
1 |
9 |
2 |
14 |
3 |
7 |
4 |
5 |
5 |
3 |
6 |
2 |
total |
40 |
આ કોષ્ટક જોઇને આપણે ઝડપથી કહી શકીએ છીએ
કે બહુલક 2 છે. કારણકે 2 સૌથી વધુ વખત આવે છે. આમ, મોટા ભાગની રમત 2 ગોલ ના અંતરથી
જીતી શકાઈ છે.
- તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો