બુધવાર, 7 ઑક્ટોબર, 2020
સોમવાર, 5 ઑક્ટોબર, 2020
એકમ કસોટી -૨૦૨૦ || PERIODIC TEST-2020-21
જીસીઇઆરટી દ્વારા હાલના કોરોનાની મહામારીના સમયગાળામાં શાળાના વિદ્યાર્થીઓને ઘરે બેઠા વિવિધ માધ્યમોની મદદથી ભણાવવામાં આવે છે. તેનું મૂલ્યાંકન થાય તે હેતુથી પ્રાથમિક શાળાઓમાં દરેક માધ્યમમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટી યોજાય છે. જે વિદ્યાર્થીઓ સુધી હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં કસોટીઓ પહોંચતી કરવાની હોય છે.જે અહી મુકેલ છે ,જે તમને વર્તમાનમાં અને ભવિષ્યમાં પુનરાવર્તન માટે ઉપયોગી બની શકે.
- જુલાઈ માસની એકમ કસોટી(ગુજરાતી,ગણિત ધોરણ ૩ થી ૮) CLICK HERE
- આવનાર દરેક સામાયિક કસોટીની માહિતી CLICK HERE
https://www.dharvgor.in/
રવિવાર, 4 ઑક્ટોબર, 2020
મૂલ્યાંકન પત્રકો (SCE )
SCE માર્ગદર્શિકા પુસ્તક માટે CLICK HERE
શનિવાર, 3 ઑક્ટોબર, 2020
મધ્યસ્થ || median (class 7)
મધ્યસ્થ:
આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં
ગોઠવ્યા પછી તેનો મધ્યમાં આવેલ અવલોકનને
મધ્યસ્થ કહેવાય છે.
ઉદાહરણ:
ગણિતની એક પરીક્ષામાં (૨૫ ગુણ માંથી) ૧૫ વિદ્યાર્થીઓના
ગુણ નીચે દર્શાવેલ છે.
19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12, 20
આ માહિતીનો મધ્યસ્થ શોધો.
ઉકેલ:
માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા
5, 9, 10, 12, 15, 16, 19,
20, 20, 20, 20, 23, 24, 25, 25
માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા પ્રાપ્તાંક
20 મધ્યમાં આવે છે. આથી માહિતીનો મધ્યસ્થ 20 થશે.
- તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ
ગુરુવાર, 1 ઑક્ટોબર, 2020
બહુલક ||mode
બહુલક
:
આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે
વખત આવનાર અવલોકનને તે સમૂહનો બહુલક કહેવાય છે.
ઉદાહરણ :
નીચે આપેલ સંખ્યાઓ નો બહુલક શોધો.
1, 1, 2, 4, 3, 2, 1, 2, 2,
4
ઉકેલ: આપેલી સંખ્યા માંથી સમાન મુલ્ય
વાળી સંખ્યાઓ સાથે ગોઠવતા,
1, 1, 1, 2, 2, 2, 2, 3, 4,
4
માટે આપેલી માહિતીનો બહુલક 2 છે. કારણ કે બીજા
અવલોકનો ની સરખામણી માં 2 વધુ વખત આવે છે.
વિસ્તૃત માહિતીનો બહુલક
ઉદાહરણ ફૂટબોલની એક લીગ માં બે ટીમના ગોલ
ના તફાવતની માહિતી દર્શાવવામાં આવેલ છે.
1, 3, 2, 5, 1, 4, 6, 2, 5,
2, 2, 2, 4, 1, 2, 3, 1, 1, 2, 3, 2, 6, 4, 3, 2, 1, 1, 4, 2, 1, 5, 3, 3, 2, 3,
2, 4, 2, 1, 2
આ માહિતી નો બહુલક શોધો.
ઉકેલ: આ આકડાઓ ને કોષ્ટકના સ્વરૂપમાં
ગોઠવતા,
|
ગોલનો તફાવત |
મેચની સંખ્યા |
|
1 |
9 |
|
2 |
14 |
|
3 |
7 |
|
4 |
5 |
|
5 |
3 |
|
6 |
2 |
|
total |
40 |
આ કોષ્ટક જોઇને આપણે ઝડપથી કહી શકીએ છીએ
કે બહુલક 2 છે. કારણકે 2 સૌથી વધુ વખત આવે છે. આમ, મોટા ભાગની રમત 2 ગોલ ના અંતરથી
જીતી શકાઈ છે.
- તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ
Wikipedia
-
વિભાજ્યતાની ચાવીઓ Click Here રમત રમવા માટે 2,3,4,5,6,8,9,10,11 ની વિભાજ્યતાની ચાવી તેની સમજ સાથે Play it mind it 2 ની ચાવી ...
-
સંખ્યાનો વર્ગ : કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે તે જ સંખ્યાનો તેની સાથે ગુણાકાર કરવો . ઉદા . 1 નો વર્ગ=1*1= 1 2 ન...
-
Ex 1.1 પ્રશ્ન 1.ખાલી જગ્યા પૂરો: (a) 1 લાખ = ………….. દસ હજાર. (b) 1 મિલિયન = ………… લાખ હજાર. (c) 1 કરોડ = ……………… દસ લાખ. (d) 1 કરોડ = ………...


